સત્યની શોધ યાને પાટીદાર માટે ખોટી વાતો

Tuesday, November 13, 2012

SALDI GAM

SALDI
આપના માટે પટેલ કાલિદાસ શંકરદાસ સાલડી વાળા તરફ થી લખવામાં આવેલ છે , જે સાલડી વિશે ફક્ત માહેતી માટે છે, અને ગામ વિશે લોકો જાણે તે માટેનો મારો પ્રયાસ છે જે ના માટે હું વાચક નો આભાર ખુબ આભાર માંનુ છું

આ લેખ માટે ગુણવત્તા જાળવવા કાલિદાસ નો પ્રયાસ છે, જે આપને પસંદ આવે તેવો મારો પ્રયાસ માત્ર છે , સાલડી ગામ માં મહાકાળી માતાજી હાજરા હજૂર છે, આપ દેશમાં વસતા હો કે પરદેસ , આપ મનથી માતાને યાદ કરો તો આપની મુરાદ પૂરી થશે ,સાલડીની મહાકાળી આપની દરેક બાધા પૂરી કરશે, એવો મારો વાયદો છે,

સાલડીનું મહાકાળી જીર્નોધાર મંડળ ગણું સારું કાર્ય કરી રહ્યું છે , જીર્નોધાર મંડળને કારણે સાલડીના ગરબા સમાજ અને પરદેશમાં પ્રખ્યાત થયા છે , જેમાં સૌથી મોટો ફાળો કાલિદાસ કેશવલાલ પટેલ નો છે , જે પોતાનો સમય બગાડી ગરબાનું આયોજન કરી ૧૫દિવસ પહેલા ahmedabad માં વસતા સાલડીના દરેક ઘેર આમન્ત્રણ પહોચાડી દરેક ને યાદ તો કે ,કે, કરી શકે, આ કામ માટે ગામ લોકો ખુબ સાથ અને સહકાર આપે છે , સાલડીના ગરબા દુનિયામાં ગુંજતા કરવા સાથ સહકાર આપનાર દરેક ભાઈ-બહેન નો ખુબ ખુબ આભાર,,,,,,,,,,,આપ નો (કે,એસ,પટેલ,)
સાલડી --ગામનું સ્થાન ,
દેશ- ભારત,,,,,રાજ્ય- ગુજરાત,,,,,જિલ્લા- મહેસાણા,,,,,નજીકનું શહેર -અમદાવાદ,,,,,,,સંસદીય મતદાર- મહેસાણા,,,,,,ટાઈમ ઝોન IST, (+05:30 યુટીસી)
(વિસ્તાર• ઊંચાઈ),,,,,,,• 92 મીટર (302 ફુટ)-------- • વાહન • GJ-૨,,,,સાલડી ગામ ગાંધીનગર અને મહેસાણા વચ્ચે (SH-NO )217 હાઇવે પર આવેલ છે. (SALDI) Langhnaj, veda, Parsa, Charadu, Vadasma, Shankarpura, Khataamba, Khoraj અને Himatpura: વગેરે ગામો સરહદ ના છે.નજીકનું રેલ્વે સ્ટેશન કલોલ જે 25 કિ.મી. અને Saldi થી મહેસાણા 26 કિ.મી. આવેલું છે [2] સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે - અમદાવાદ Saldi થી 50Km છે.,Saldi, પિનકોડ નંબર ---- 382730 છે,
સાલડી નો સારો દિવસ--------------
સાલડી નો સારો દિવસ , ૪૨ વરસ પહેલા ઉદય થયો હતો, જયારે સાલડી મહાદેવના પતરા ની ઓરડી માં હાઈસ્કૂલ ની સરુઆત થઇ , અને તેજ અરસામાં સાલડીના પહેલા માણસે (કાન્તિલાલ વી, પટેલ ) અમેરિકા તરફ પ્રયાણ કર્યું , તે વખતે આખું ગામ ગુજરાતી શાળામાં ભેગું થયું અને આખા ગામની મદદ થી પહેલો સાલડીનો માણસ અમેરિકા ગયો ,,,,,, સાલડી નો કાળો દિવસ----------------
સાલડી નો કાળો દિવસ ૧૯૭૯ ની દિવાળી નો હતો, તે વખતે માતાજીનો ગરબો ઓળવતા વખતે વાવાજોડાને કારણે વરસાદ પડેલો અને લાઈટના વાયરો લબડી પડેલા જે ગરબાને અડકતા એક ઘરના બે સગા ભાઈ અને બીજા એક ઘરના બે સગા ભાઈ એમ ગામના ૪ ભાઈઓ ગુમાવાનો વખત હતો જે સાલડી ગામનો કાળો દિવસ હતો ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

સાલડીમાં ઘણા હિન્દૂ, જૈન અને ઇસ્લામ અનુયાયીઓના ઘર છે. સાલડી ની કુલ વસ્તી આશરે 4000 છે, જેમાં હિન્દુઓની મુખ્ય વસ્તી છે. પટેલ અને ઠાકોર જાતિના લોકોની વસ્તી કુલ વસ્તીનો મોટા ભાગ છે, બાકી બ્રાહ્મણ, જૈન, શાહ, દેસાઇ, પંચાલ, નાયી , સુથાર , રાવલ, મોમીન , પઠાણ, સોલંકી અને પ્રજાપતિ જાતિના લોકો છે. બધી કાસ્ટ અને ધર્મ ના લોકો સંયુક્ત છે, અને સાથે મળીને જીવે છે , સાથે મળીને કામ કરે છે , સાથે મળીને તહેવાર ઉજવે છે અને રોજિંદા જીવનમાં દરેક અન્યને મદદ કરે છે.દિવાળી માં આવો તો આપને જાતી ભેદ જેવું લાગેજ નહિ,
સલ્વાભાઈ પટેલ તેજા પટેલ ના પુત્ર હતા અને તેમણે ચંપાનેરથી સ્થળાંતર કરી ચાપાનેર ઉપર ૧૪૮૨ ની સાલ માં મહમદ બેગડા ના હુમલા વખતે સાલડી આવી વસ્યા , ગુજરાતનો આ વિસ્તાર કે જે છેવટે સાલડી તરીકે વસેલો . બીજી લોક વાર્તા પ્રમાણે ૯૬૦ વરસ પહેલા ઊંજાથી મોલોજાપટેલ અને એક રબારી આવી વસ્યા, અને સાલડી નામ આપ્યું અને પટેલ સાલડીયા કહેવાણાં પરુંતુ પુરતો પુરાવો મળતો નથી,

અંદાજે ૨૦૦ વર્ષ પહેલા સાલડી ગામના એક પેઠા પટેલની વગડા માં ગાય જરી જતી હતી, ત્યાં ખોદતા જલાધારી મળી બાજુમાં પીપળા નું ઝાડ હતું તેથી પીપલેશ્વર મહાદેવ કહેવાયા જેનું મંદિર ગાયકવાડ સરકાર તરફ થી બન્યું (આશરે ૧૧૯ વર્ષ પહેલા ) આપણી હિન્દૂ પરંપરા માં, ભક્તો શિવલિંગ પર દૂધ રેડી દૂધદ્વારા શિવલિંગ ને અંજલિ આપી ધન્ય બને છે,. આમ, પીમ્પ્લેશ્વર મહાદેવ હાલ ગ્રામવાસીઓ માટે પવિત્ર ધામ ગણવામાં આવે છે, અને તે ગુજરાત ભરમાં પ્રખ્યાત છે. જેના માટે એવું કહેવાય છે કે વર્ષો પહેલા એક ખેડૂત ગાડું જોડીને મહાદેવજી નાં ચરા માંથી પસાર થતા હતા , તે વખતે ગાડાની હમોલ તૂટી ગઇ, ખેડૂતે વખડા નું ડાળું કાપીને હમોલ બનાવી પરંતુ ગમે તેમ કરવા છતાં ગાડું આગળ જઈ શક્યું નહિ તે વખતે ગામનો એક આદમી ત્યાંથી નીકળ્યો તેને આ પટેલ ની દશા જોઈ ને કહ્યું તે વખડો કાપી ને ભૂલ કરી છે, મહાદેવજી ને જઈ ને નમીપડ,અને ખેડૂત મંદિરમાં જઈ નમી પડ્યો અને વખડો કાપવાની માફી માગી ત્યારે તેનું ગાડું આગળ જઈ શક્યું, આવી હાજરા હજૂર મહાદેવજી છે તેવી વાત સાંભળી ગાયકવાડ સરકારને પારખું લેવાનું મન થયું,કહેવાય છે કે તે વખતે ગાયકવાડે સાત ખાટ્લા નાં આણ પોતાના અછોડા થી બાધીને જળાધારી માં પાશેલા છતાં જળાધારી નું તળિયું આવ્યું નહોતું ,આવા તો ગણા પરચા છે,,,,,,,,,,

શ્રી Vk પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ( સાલડી હાઇસ્કુલ) તરીકે ઓળખાય છે શ્રીમતી સી વી પટેલ પ્રાથમિક શાળા નાના બાળકો માટે છે. બધા આસપાસના ગામોમાં માંથી વિદ્યાર્થીઓ સાલડી હાઇસ્કુલ માં અભ્યાસ માટે આવે છે. સાલડીના લોકો તેમના શિક્ષણ અને ભણતર થી એન્જિનિયર્સ, ફિઝિશિયન અને વ્યાવસાયિકો બન્યા છે, અને સાલડીના લોકો ભારત, અમેરિકા, ઇંગ્લેંડ અને કેનેડા, યુનાઈટેડ સ્ટેટ્સ માં કામ કરે છે ,મહેનત કરી ગામ નું નામ ઊંચું કરી ગર્વ લઇ શકે તેવું કામ કરે છે,

સાલડી -----પાક - ઘઉં---બાજરી---લસકો--રાયડો---એરંડા--કપાસ-- ડાંગર--તમાકુ--મગ-ચોળા અને જુવાર છે,

સાલડી ના ફળ ઝાડ ------ -લીંબુડી--ચીકુડી---બોરડી--આંબો--આમળાં , અને જામફળ.છે,

સાલડી માં ઉગાડવામાં આવતી શાકભાજી ----- ચોળી---ગવાર---ટમેટા--કારેલા-- અને કાકડી,,છે,

સાલડી ના ઝાડ --- --લેબડો--બાવળ-- વડ---કણજી---ખીજડો---વખડો---બીલી--અને અરડુંસો છે,

સાલડી માં પ્રાણીઓ --ભૈસ---ગાય---ઊંટ---બકરી---ઘેટું અને ગધેડા.છે,

સાલડી મોટાભાગના જોવા મળતા પક્ષીઓ-----કાગડો--કબૂતર--ચકલી--હોલો--કાબર -મોર--પોપટ--હુડા છે,

જાણીતા ખેતરો ના નામ ------ વાઝોડા ,કપટારી, કપૂરી, જાંબુડી,,જાન્ઘરી.,,ઊંડા ,,મોચીવારા ,ખચકા

રમતો ------- ક્રિકેટ, ગીલી ડંડા--માર દડી---કબડ્ડી---લંગડી--કોચમાંડી--એપરી પેપ્રી અને થપ્પો છે,
સાલડી માં ઉજવાતા તહેવારો ----દિવાળી---- નવરાત્રી ગરબા તહેવાર------પવિત્ર ધૂળેટી ------, મહાશિવરાત્રી-------જન્માષ્ટમી ------જયશ્રી માતા મહોત્સવ------મેળો
સાલડી માં આવેલ મંદિર-----જય શ્રી માતા----પીમ્પ્લેશ્વર મહાદેવ પીમ્પ્લેશ્વર------મહાકાલી મંદિર-----રામજી મંદિર----બળિયા દેવ મંદિર---જોગણિયા માતા મંદિર-----જૈન દેરાસર---રામદેવ પીર ---હનુમાન ----બાલાપીર
સાલડી માં આવેલ બીજા સ્થળ -------
અંદાજે ૮૦ જેટલા ટ્યૂબવેલ (ખેતી માટે પાણી પુરવઠા), જન્થોડા તળાવ , પાણીની ટાંકી , ઓટલા , વરિષ્ઠ નાગરિકો માટે, પુસ્તકાલય, ડેરી, હવાડા ( પ્રાણીઓ માટે) , શાંતિધામ , સહકારી મંડળી , બેન્ક, ગ્રામ પંચાયત કચેરી, પશુ ક્લિનિક, એસ.ટી. બસ સ્ટોપ અને સરકારી પોસ્ટ ઓફિસ.

"મા ઉમિયા અન્નપૂર્ણા" ના શૂટિંગમાં (ગુજરાતી ભક્તિ શ્રી વલ્લભ ચોક્સી દ્વારા નિર્દેશિત ફિલ્મ) સાલડી માં 1978 માં યોજવામાં આવી હતી.
20 મી સદીમાં નોંધપાત્ર લોકો:------ કેશવલાલ કરમચંદ શેઠ, દેવચંદ શેઠ ,ચતુર માંધા , અમીચંદ જેશંગ , નરોતમ શંભુ, માંધા ગોપાલ, નારણ શિવા, વીરા શંભુ, શંકર શિવદાસ , અમીચંદ વાલ્દાસ , અંબારામ છગનદાસ ડાકલી , પારેખ, સોમા કચરા ,સોમા ચતુર જોઈતા શંકર, કેશા બેચાર , કાલા માંધા , અંબારામ મોહન, નારણ શિવા, ગાંડા હરજી , માના ચતુર ડાકલી , પુંજીરામ શિવરામ તભા શંકર, સંકાભાઈ દેસાઇ, વીરજી હીરજી , સોમા દેશળજી , નાથાભાઈ દેવીપુજક , રન્છા રાવલ, બક્ષી મિયામોતીરામ રાવલ, શિવરામ રાવલ, દોલાજી ફુલાજી ઠાકોર, દેશળજી ઠાકોર , જેશંગ દેસાઇ, શિવરામ દરજી , શંકર ઉગ્ર પ્રજાપતિ, નરસિહ મૌન સોલંકી, વિરાભાઈ શેનવા , લાલુ મિયા ,.

21 મી સદીના નોંધપાત્ર લોકો: પટેલ કાલિદાસ શંકરદાસ ,પટેલ કાન્તિલાલ શંકરદાસ, પટેલ બલદેવ ભાઈ શંકરદાસ, જય્વીલ કાલિદાસ પટેલ , સીરીશ કાન્તિલાલ શંકરદાસ પટેલ , કાલિદાસ કેશવલાલ પટેલ, કિરણભાઈ જયંતીલાલ પટેલ ,પરસોતમભાઈ નારણદાસ

શાંતાબેન કાલિદાસ પટેલ, ઈન્દુમતીબેન કાન્તિલાલ પટેલ ,વાસંતીબેન બળદેવભાઈ પટેલ, રીન્કલ બેન સીરીસ ભાઈ પટેલ , કૈલાસબેન કાલિદાસ પટેલ, ગીતા ,કમુ,કંચન,જમું,સમું.જડી,સીતા ( ભૂમિ-કૃપા )
Posted by KALIDAS SHANKERDAS PATEL