સત્યની શોધ યાને પાટીદાર માટે ખોટી વાતો

સત્યની શોધ યાને patel history part-2

સત્યની શોધ યાને પાટીદાર માટે ખોટી વાતો -------- અત્ય્રાર સુધીમાં પટેલો વિશે ગણું લખાયુછે, તેમાં ઘણી અફવાઓ છે, અનેક લોકકથાઓ પ્રચલિત થઇ છે , એમાં પટેલોની ઉત્પતી ની અફવાઓ અને ગપગોળા બહુ છે , પ્રાચીન સમયમાં આપના દેશમાં ઈતિહાસ લખવાનો રીવાજ ના હતો ,કોઈ પણ જ્ઞાતિનો ઈતિહાસ લખાતો ના હતો ,પુરાણો અને ધાર્મિક ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખવામાં આવતા ,ઈ,સ, ૬૦૦ થી ૧૩૦૦ સુધીમાં ગુજરાતમાં ચાવડા,સોલંકી અને વાઘેલા રાજાઓ નો સમય હતો ,તે વખતે બારોટો,ભાટ-ચારણો ,અને ભટ્ટ કવિઓ રાજાને સુરાતન ચઢાવવા તેમની સાચી ખોટી કવિતાઓ ગઈ પ્રસંસા મેળવતા, ઈ,સ, ૧૨૦૦ થી ઈ,સ, ૧૪૦૦,નાં સમયમાં પાટીદારો ની ઉત્પતિ અને લગ્ન માટે ખોટી લોકવાયકાઓ ફેલાયેલ હતી , ઈ,સ,૧૨૯૭મા ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કરનઘેલાને હરાવી અલ્લાઉદીન ખીલજી એ ગુજરાતીમાં મુસલમાન રાજ્ય ની સરુઆત કરી, તે સમયે સુબાઓનો વહીવટ નબળો હતો ,કાયદો વ્યવસ્થા જેવું હતું નહિ, ખેડૂતોને જાનમાલની સતત ચિતા રહેતી તે સમયે તાર-ટપાલ ,કે વાહન ની સગવડ નહોતી તેથી દેશના લોકો એક બીજાના સમ્પર્ક માં નહોતા ,આવા વખતે (ઈ,સ,૧૩૦૦ થિ ૧૬૦૦) બારોટો અને વહીવંચા પટેલોની વન્સાવલી અને માલ મિલકત ની નાધ રાખવાની સરુઆત કરી ,ઈ,સ,૧૩૦૦ પહેલા ની વાતો બારોટોંએ પોતાની કલ્પના થી લખી,યજમાનોને ખુસ રાખવા મન ફાવે તેમ કાલ્પનિક ગપગોળા પોતાના ચોપડા માં લખીદીધા, ઈ,સ,૧૩૦૦ પહેલાના ચોપડા એટલે કોરી કલ્પના ----------બરોટોના ચોપડાઓ માટે ગુજરાતના ઈતિહાસ નાલેખક (જુના વડોદરા રાજ્ય નાં દીવાન )રા.બ. ગોવિંદભાઈ હાથીભાઈ નાં પુસ્તક પરિચય માં આ પ્રમાણે નોધેલી છે,--- આ ચોપડી માં જે જે પુસ્તકો નાં પ્રમાણ લીધા છે તેમાં બારોટોના ચોપડા ઉપર શંકા રહે છે, તે લોકો પૈસા લઇ ઘણીવાર ઉલટું-સીધું લખીનાખે છે ,પોતાના યજમાનને ખુશ રાખવા અનેક ગરબડો કરે છે, મોટાને બદલે નાનાનું નામ અને નાનાને બદલે મોટાનું નામ લખી ને હક્કના જ્ગડા ઉભા કરાવે છે ,તેમ કોઈના કામ બીજાના નામે લખી નાખે છે ,આબધુ સરકારી દફતરો અને ઈતિહાસકારોના પ્રમાણેનો આધાર લેવો તોજ સાચી માહિતી મળે , આમ પાટીદારોની ઉત્પત્તિ અને લગ્ન વિષે બારોટોના ચોપડામાં લખેલું કોરી કલ્પના વગર કઈ નથી ,ઈ.સ,૧૩૦૦ પછી ની વાત કદાચ સાચી હોઈ શકે, ઈ,સ, ૧૩૦૦ પછી પણ કેટલીક વન્સાવલીઓ ગમે તેમ જોડી બેસાડી, પાટીદારોની કલ્પિત ઉત્પત્તિ ભૂતકાળમાં લઇ જઈ સાચા ખોટા નામો સાથે જોડેલી છે ,આ લખતા પહેલા હું ઘણા બરોટોને મળ્યો છું,મોટાભાગના તેમના ચોપડા બતાવતા નથી પૈસા આપી કેટલાકના ચોપડા મેં વાંચેલા, મેં વાંચેલા કોઈ પણ બારોટોના ચોપડામાં પ્રાકૃત,અપભ્રંસ કે જૂની ગુજરાતી ભાષાનું એક પણ પાનું નથી ,બે શબ્દ વચ્ચે અંતર નથી (સળગ અક્ષરો નો દાખલો આપું તો , દા,ત, મનગમછ લખેલું હોય તો (૧) મન ગમ છ , અથવા (૨) મન ગમછ, કેટલો વિરોધાભાષી અર્થ થઇ જાય પહેલા અર્થમાં ગમે અને બીજા અર્થમાં દુખ તેવો થાય,) બધા શબ્દો એકજ શબ્દ હોઈ તે રીતે લાખેલુ છે ,અલ્પ વિરામ નથી, હાલની ગુજરાતી લીપી નથી, મથાળે લીટી દોરેલી છે, નાગરી લીપી છે ઈ,સ,૧૫૦૦ સુધી પડી માત્રા નો ઉપયોગ થતો હતો ,પરંતુ બરોટોના ચોપડાઓ માં મને પડી માત્રા નો ઉપયોગ જોવા મળ્યો નથી ( પડી માત્રાએટલે જેમાં માત્રા ઉપરની જગ્યાએ બાજુમાં લખાતી ) ઈ,સ,૧૩૦૦ સુધી મેવાડ,મારવાડ,મળવા અને ગુજરાતની ભાષા અને લીપી એક હતી, આ સમયે લખાયેલ મારું ગુજરાતી (મારવાડ ની ગુજરાતી ) લીપી પણ જોવા મળી નથી ,આ ઉપરથી સાબિત થઈ કે પાટીદારના બારોટે ૧૩૦૦નિ સાલ પછી લખેલું છે ,ઈ,સ,૧૩૦૦ પહેલાનું બધું કલ્પિત આધાર વિનાનું છે ,,,,,, મોર્ડન સમય પ્રમાણે ------કાગળની શોધ ચીનમાં ઈ,સ,૧૦૫ મા થઇ, ઇટાલી,ફ્રાંસ અને જર્મન માં ૧૪૦૦ ની સાલ માં કાગળ પહચ્યો ,ભારતમાં પહેલું પુસ્તક ઈ,સ,૧૫૬૧મા THE SPIRITUAL COMPENDIM OF THE CHRISTIAN LIFE , ભારતીય ભાષામાં પહેલું પુસ્તક ૧૫૮૭મા તમિલ માં છપાયું, જ્યારે પહેલું ગુજરાતી પુસ્તક ઈ,સ, ૧૮૦૮ માં અંગ્રેજ લેખક ડો, રોબર્ટે વ્યાકરણના ભાગ લખેલું ભારતમાં પ્રથમ પપેર બનાવનાર કાશ્મીરના સુલતાન શાહી ખાન હતા,( તેમનો સમય ----૧૪૧૭ થી ૧૪૬૭ ),મતલબ ૧૪૨૦ પહેલા ભારતમાં પપેર નહતા,,,,, બ્રાહ્મણો ઉત્પત્તિ નાં લેખક હરીકૃષ્ણ શર્મા છે,તેઓ લખે છે, પટેલો લવ-કુશ નાં વન્સજો હતા ,એતિહાસિક રીતે જોતા ઊંજા ગામ વ્રજ્ પાલજી એ ઈ,સ, ૧૫૬મા વષાવ્યું હતું અને લવ-કુશ તો તે પહેલા ઘણા વરસો પહેલા થઈ, લવ-કુશ નાં સમયમાં ઊંજા ગામ કે માં ઉમીયાદેવી નું મંદિર હતું નહિ તો લવ-કુશ માં ઉમીયાદેવી નાં દર્સન માટે આવેલા તે વાત ખોટી છે, ગરીબ ખેડૂતો એ સેવાની વ્યવસ્થા કરી તે વાત પણ ખોટી છે, શર્માજી આગળ લખેછે કડવા ગાયો ચારવા ગયા હતા એ વખતે લગ્ન નું મુહરત આવ્યું તેથી લેઉવાને પરણાવ્યા અને કડવા રહી ગયા , કડવાઓએ દેવીને પ્રથાના કરી ત્યાતે તમારું લગ્ન બાર વર્ષે થશે તેવુંદેવીએકહ્યું ઉપરોક્ત વાત વિશે જણાવુંતો ઊંજા,સિદ્ધપુર,અને વડનગર તથા તેની આજુબાજુ નાં પ્રદેશો માં કડવા પાટીદારો રહેતા હતા, લેઉવા પટેલો તો ત્યાર પછી પંજાબ થી રાજસ્તાન થઇ પાટણ વાડામાં અને (દનઢવ્ય પ્રદેશ ) અડાલજ માં આવેલા, તેથી લેઉવા પરણી ગયા ને કડવા રહી ગયા તે વાત ખોટી સાબિત થાય છે, દેવીએ કહ્યું કડવા ઓના લગ્ન બાર વર્ષે થછે તે વાત ખોટી અને બનાવટી છે,,,, હકીકતમાં કડવાઓના લગ્ન દર બાર વર્ષે થશે,તે દેવીએ કહેલું નથી પણ શર્માજીએ ભોળા કણબી ઓ માટે માર્તંડ પુરાણમાં પાન નંબર ૫૭૭ ઉપર બનાવટી શ્લોક ૧થિ 7 મૂકી ભોળા કણબી ઓને છેતર્યા છે ,આ રીતે બ્રાહ્મણો મારફતે તેમની પાસેથી લગ્ન નાં ખોટા મુહુર્ત કાઢવાનો ઢોગ કરી સેંકડો વરસ સુધી કણબી પાસેથી નાણાં પડાવાનું કાવતરું કર્યું છે, કાવતરું ચાલુ રાખતા લબ્રાહ્મણો ઉત્પત્તિ નાં લેખક પંડિત હરીકૃષ્ણ શર્મા છે,તેઓ લખે છે પટેલો લવ-કુશ નાં વન્સજો હતા ,એતિહાસિક રીતે જોતા ઊંજા ગામ વ્રજ્ પાલજી એ ઈ,સ, ૧૫૬મા વષાવ્યું હતું અને લવ-કુશ તો તે પહેલા સેકડો (આશરે ૪૦૦૦ વર્ષ પહેલા ) વરસો પહેલા થઈ, લવ-કુશ નાં સમયમાં ઊંજા ગામ કે માં ઉમીયાદેવી નું મંદિર હતું નહિ તો લવ-કુશ માં ઉમીયાદેવી નાં દર્સન માટે આવેલા તે વાત ખોટી છે, ગરીબ ખેડૂતો એ સેવાની વ્યવસ્થા કરી તે વાત પણ ખોટી છે, શર્માજી આગળ લખેછે કડવા ગાયો ચારવા ગયા હતા એ વખતે લગ્ન નું મુહરત આવ્યું તેથી લેઉવાને પરણાવ્યા અને કડવા રહી ગયા , કડવાઓએ દેવીને પ્રથાના કરી ત્યાતે તમારું લગ્ન બાર વર્ષે થશે તેવું દેવીએ કહ્યું,,,,,, ઊંજા માં ઉમીયાદેવીના કમાડ દર બાર વરસે કણબીના લગ્ન આવે ત્યાં સુધી સદેવ બંધ રહેતા હતા ,લગ્ન સમયે પૂજારાને સ્વપ્ન થતું અને કમાડ ખુલી જતા ,,,,,,, જો ઉમાંદેવીના કમાડ કણબી નાં લગ્ન આવે ત્યાં સુધી મતલબ બાર વર્ષ બંદ રહેતા તો માની પૂજા અને દર્શન કેવી રીતે થતા હછે, માં ઉમિયા દેવી પોતાના ભક્ત પાટીદારો ને છોડી ભાડુતી પુજારા ને સ્વપ્ના માં આવે તે માનીસકાય તેમ નથી, , એટલે પંડિત હરીકૃષ્ણ શર્મા પંડિત લખે છે ઊંજા માં ઉમીયાદેવીના કમાડ દર બાર વરસે કણબીના લગ્ન આવે ત્યાં સુધી સદેવ બંધ તે વાત પણ ખોટી છે હરીકૃષ્ણ શર્મા રચિત બ્રાહ્મણો ઉત્પત્તિ પુસ્તકમાં પાટીદારો ની ઉત્પત્તિ વિશે લખેલી ખોટી અને બનાવટી વાતોની મારે દુખ સાથે ટીકા કરવી પડેછે, કોઈ પણ સાચી વાત કે વિચારો રજુ કરવા ઈતિહાસ નાં લેખક પાસે બીજો રસ્તો નાં હોઈ શકે,,,,,, ઈ,સ, ૧૮૫૬મા કવિ શ્રી ઉત્તમરામજિએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે કડવા નિબંધ લખ્યો હતો ,આ નિબંધ માં કોઈપણ પુસ્તકનો આધાર આપવામાં આવ્યો નથી, લોક કથાઓ નાં આધારે કેવળ અસંભવિત કલ્પનાઓ કરીને નિબંધ લખ્યો છે ,નિબંધના લખનાર કવિ પોતે જણાવે છે કે: ``સુષ્ટિ જેમ ઉત્પન થાય છે તેમજ થઇ છે, છતાં પાટીદારો વિષે વહીવનચાના ચોપડા,હાલના રીવાજ અને લોકકથાઓ ઉપરથી વિચાર ઉભો થાય છે, કવિ શ્રી ઉત્તમરામજિ નું આ લખાણ કહેછે,કે તેમણે વહીવનચાઓનાં ચોપડાઓ ઉપર થી કલ્પના કરીછે, તેમના લખાણ નો શારાન્સ આ મુજબ છે , ``ગંગાજીના તટ પર શિવજી તપ કરતા હતા ,ત્યારે નારદજી તેમની પાશે ગયા અને કહ્યું પશ્ચિમ દિશામાં દેવી હિંગળાજ નું સ્થાન છે, દેવીના દર્શન વગર તમારું તપ નકામું છે ,ભગવાન શ્રી શંકર માં પાર્વતીને લઈને ઘોર જંગલમાં ગયા, જંગલમાં તારકાસુર નામનો રાક્ષસ મળ્યો ,શંકરે તેનો વધ કરીદીધો , રાક્ષસો નાં દરના કારણે પાર્વતીજી (ઉમિયાજી) એ આગળ જવાની નાં પાડી, તેથી પાર્વતીજીને એકલા મૂકી શંકરજી એકલા આગળ ગયા પરંતુ હિંગળાજ દેવીએ દર્શન આપ્યા નહિ ,તેથી શંકરજીએ બાર વર્ષ સુધી તપ કર્યું ત્યારે હિંગળાજ દેવીએ દર્શન આપ્યા,,,, ઉમાદેવીએ શંકરજીની ગેરહાજરીમાં બાવન પુરુષ અને ત્રેપન સ્ત્રી એમ ૧૦૫ માટીના પુતળા બનાવ્યા અને પુતળા સાથે રમત રમતા હતા, અને શંકર પાછા આવ્યા ત્ર્યારે ૧૦૫ પુતળાને જીવિત કરવાની હઠ લીધી, તેથી ભગવાન શંકરે માટીના પુતળા સજીવાન કર્યા ,ઉત્તમરામજીના આધારે ;પાર્વતીજીના આગ્રહથી શંકર ભગવાને બધા પુતળા સજીવન કર્યા પરંતુ તે બોલી સકતા નહી તેથી શંકર ભગવાને ફરશી વડે ચીરી તેમના માં બનાવ્યા અને માં ઉમીયાજીના આગ્રહ થી બધાને એક લગ્ને પરણાવ્યા ,,,,,,, કડવા નિબંધ માં કવિ શ્રી ઉત્તમરામજીના લખાણ માં કેટલી અફવાઓ ફેલાવી છે તેમાનું લખાણ કેટલું કલ્પિત છે તે નીચેની વાતથી સાબિત થશે ,,,,,,,, માં ઉમિયાજી માટીના પુતળા પોતે સજીવન કરી શકે તે માટે હઠ લેવાની જરૂર ક્યા હતી,,,,,,,, ભગવાન શંકરને દેવીના દર્શન માટે બાર વર્ષ તપ કરવું પડે તેવાત માનવા જેવી નથી,,,,,,,,, શંકરજીએ ફરશી વડે ચીરી પાટીદારોના મો બનાવ્યા ત્રિશુલ ધારી ફરશી(કુહાડી) જેવા સામાન્ય હથિયાર નો ઉપયોગ કેમ કરે,,,,,,,,, ભગવાન માને ઘોર જંગલમાં મૂકી એકલા બાર વર્ષ તપ કરવા જાય તે વાત ગળે ઉતરતી નથી,,,,,,,,. નાના બાળકો માટીના પુતળા બનાવી રમે પરન્તુ ઉમાદેવી જેવા ભગવતી બાર વર્ષ માટીના પુતળા બનાવી રમે તે શક્ય નથી,,,,,,, બાવન સ્ત્રીઓં બાવન પુરુષને પરણી હશે તો ત્રેપન્મી સ્ત્રી નું શું,,,,,,,, અને છેલ્લે ,,,,,,,,દુનિયાના કે ભારતના બીજી કોઈ પણ જાતિના માણસો માટીના પુતળા કે બીજી કોઈપણ ચમત્કારી રીતે ઉત્પન થયેલ નથી, મેં ઘણા પુરાણો,ગ્રંથો,બાયબલ,જુદાજુદા ધર્મનાં પુસ્તકો વાંચેલા છે, મને કોઈ પણ ભગવાને માણસને ચમત્કાર થી પેદા કરેલો નથી, ઉપરની બધી વાતોનો વિચાર કરીએ તો શ્રી ઉત્તમ રામજીએ વર્ણવેલો માટીના પુતળા માંથી પાટીદાર બન્યા એ વાત કલ્પિત અને હાસ્યાસ્પદ લાગે છે, અને કોઈ પણ આધાર વગરની છે, તેવું લાગે છે,,,,,,,,, ૧૮૯૬ માં શ્રી ગોવર્ધન સદારામે લેઉવા પુરાણ લખેલું આ પુસ્તક ડાકોરના શ્રી ડંન્કેસ્વર વેપારી મંડળે છપાવેલું તે ત્રણ ભાગમાં વહેચાયેલું છે , લેઉવા પુરાણ ભાગ-૧ નો ટૂંકો શાર ----- નારદજી ભગવાન શંકરજી પાશે જાય છે જગત ને રાક્ષસોના ભયમાંથી બચાવવા વિનંતી કરે છે,ભગવાન શ્રી શંકર બે શિવ કુમાર ઉત્પન કરે છે, શીવકુમારો રક્ષશોનો નાશ કરે છે, અને બંને શિવકુમારો અપ્સરાઓ ને પારણે છે, તેમને બલિ અને ભદ્ર નામના બે પુત્રો થાય છે, બલિને લેહક નામનો પુત્ર થાય છે, અને ભદ્ર્કને કૈટક નામનો પુત્ર થાય છે, લેહાકના લેઉવા અને કૈટક નાં કડવા થયા,,,,,,, લેઉવા પુરાણ પુસ્તકની પ્રસ્તાવનામાં લખેલું છે, આ પુસ્તક નો પહેલો ભાગ પોરાણીક છે, અને કોઈ ભીમ નામના કવિના જુના ફાટ્યા-તૂટ્યા પાના ઉપરથી ફેરફાર કરીને લોકોને મનોરંજન આપવા માટે લખેલું છે, એટલે લેખક અને પ્રકાશક નાં જ શબ્દોમાં આ ભાગ આધાર વિનાનો અને ગપગોળા શિવાય કઈ નથી તેવું સાબિત થાય છે, લેઉવા ઓ માંથી અજય સોરઠ જાય છે, અને વાઘ મારવાનું પરાક્રમ કરે છે, તેથી ત્યાના રાજા નો પ્રધાન બને છે, મહીદાસ માળવામાં પરાક્રમ કરીને પ્રધાન બને છે,આ ભાગમાં આપેલા નામ સાચા છે, પણ વર્ણન સાચું નથી, અજય રાતે છાનોમાનો જઈને નાટકીય રીતે વાઘ મારવાનું કામ કરે અને ત્યાના રાજા તેને પ્રધાન બનાવે તે માની શકાય તેવું નથી આવા પરાક્રમો ફક્ત લોકોને ખુશ કરવા માટેજ લખાતા હોય છે,,,,,,, મુંબઈ ગેઝેટિયરમાં એક લખાણ એવું છે કે ગુજરાતના રાજપૂતો અને પાટીદારો એ છટ્ઠી સદીની સરુઆતમાં આવેલા ગોરા હુણ લોકોના વંશજો છે, પરુંતુ પટેલો હુણ જાતિના નથી, કેટલાક હુણ લોકો એ ભરણ-પોષણ માટે ખેતી નો ધંધો અપનાવ્યો, અને કેટલાક હુણ લોકો ગુજરાતના પાટીદારોમાં ભળી ગયા હોઈ તેવું બની શકે છે, પાટીદારો હુણ જાતિના નથી, તેવું નીચેની વાત ઉપર થી સાબિત થશે,,,,,,,,, , ઈ,સ, ૫૧૦મા હુણ રાજા તોરમાંણ વિજય મેળવીને ભારતમાં આવે છે, તેના પછી તેનો પુત્ર મિહિરકૂળ ગાદી ઉપર આવે છે, વખત જતા મિહિરકૂળ ને યશોવર્ધન નામનો રાજા હરાવીને હુણો નો સર્વનાશ હારી નાખે છે,તે વખતે હુણ રાજા મિહિરકૂળ જીવતો નાશી સૂટે છે , અને તે પાશી તેનું રાજ્ય ફક્ત કાશ્મીર માં રહે છે, આ સમયે જે હુણો જીવતા રહ્યા તે લોકો ભારતની પ્રજામાં ભળી ગયા ,અને તેથી આજે પણ કેટલાક રબારીઓ આંજણા પાટીદારોમાં અને આહીરોમાં હુણ અટક આવે છે,ઉપરની એતિહાસિક ઘટનાથી સાબિત થાય છેકે મુંબઈ ગેઝેટિયરમાં લખ્યા પ્રમાણે પાટીદારો હુણ પ્રજાના વંશજો નથી, એટલે મુંબઈ ગેઝેટિયરની આ હકીકત ઉપજાવેલી અને ખોટી છે,,,,,,,,, ઈ,સ,૧૯૦૬મા શ્રી ડાહ્યાભાઈ લક્ષ્મણદાસ પટેલે (શ્રી વડનગરા હિતવર્ધક સભાના સેક્રેટરી ) ``વડનગરા કણબીની ઉત્પતિ નામનું પુસ્તક પ્રસિદ્ધ કરેલું છે, પુસ્તક વાચતા શ્રી ડાહ્યાભાઈ જ્ઞાતિ હિતેચ્છુ, અને જ્ઞાતિની ઉન્નતી માટે માર્ગ બતાવનાર સેવાભાવી માણસ લાગે છે, તેથી તેમના માટે પાટીદાર જાતિને આદરભાવ થાય, પરંતુ શ્રી ડાહ્યાભાઈ જેવા વિદ્ધવાન માણસે વડનગરા કણબીની ઉત્પતિ નામનાં પુસ્તકમાં કડવા નિબંધ, લેઉવા પુરાણ, બ્રાંહ્મણોત્પત્તિ પુરાણ ,બારોટોના ચોપડા વહીવન્ચાની વાતો દંતકથાઓ વગેરે સાચા માની , આ પુસ્તકમાં અફવાઓ અને દંતકથાઓની રજૂઆત કરી છે, પરંતુ સત્ય તારવવાનો પ્રયાસ કરેલો નથી, તેમણે દંતકથાઓ અને અફવાઓ ઉપરથી સાચી વાતો શોધીને રજુ કરવાની હિમત કરી નથી ,એટલે વડનગરા કણબીની ઉત્પતિ નામનું પુસ્તક એતિહાસિક નથી,પરંતુ કડવા નિબંધ, લેઉવા પુરાણ, બ્રાંહ્મણોત્પત્તિ પુરાણ ,બારોટોના ચોપડા વહીવન્ચાની વાતો દંતકથાઓ વગેરે માંથી શ્રી ડાહ્યાભાઈ લક્ષ્મણદાસ પટેલ જેવા વિદ્વાન માણસે કરેલો સંગ્રહ માત્ર છે,છેલ્લા ત્રીશેક વર્ષથી કેટલાક વેપારી પ્રકાશકો અને લેખકો પાટીદારોમાં ચાલતા સામાજિક કુરિવાજોને નામે ,કુળદેવીના નામે અથવા ભળતા નામ ઉભા કરી,નાના પુસ્તકો,સામાયિકોના લેખો (મેગેગીન માં આવતા લેખો)વગેરે છપાવી ફક્ત નામના મેળવવાનો ,અને લોકોને ખુશ કરવાનો આશય માત્ર હોય છે,માટે આવી વાતો માંથી સત્ય શોધવાની જરૂરીયાત છે,,,,,,,,YOUR...KALIDAS SHANKARDAS PATEL,

No comments:

Post a Comment